કંટેન્ટ પર જાઓ

આમ ક્યાં સુધી રાહ જોઇશ તું એની ?????

જૂન 24, 2013

આમ ક્યાં સુધી રાહ જોઇશ તું એની ?????

નહિ આવે એ ! …. ….એવું આવતા જતાં સૌ કોઈ કહેતા રહે  છે !

પણ ! એ આવશે જ !

પ્રતીક્ષાને મારી હજી થાક નથી લાગ્યો ! ને લાગે પણ નહિ !

આમ પણ એ તો સ્થૂળ રીતે ગયો છે  અહીથી !

અસ્તિત્વ સાથેના મારા માનસપટલમાં એ હજી પણ હાજરા હજૂર છે !

અને આમ પણ આવન-જાવન એ તો રીત છે પ્રીતની !

ક્યારેક રિસાય જવું ! અને ફરી માની જવું એ તો છે પ્રેમના મધુર અડપલાં !!!

એના ઝગડામાં પણ એની મારા પ્રત્યેની કાળજી જ હું સાફ અનુભવતી રહી છું  !

જેમ સપનાં તૂટવા માટે પણ સાપનાઓનું હોવું હોય છે જરૂરી !

બસ એવું જ એની પ્રતીક્ષા માટે એનું હતું જરૂરી !

ખરું કહું તો એ સમસ્ત રીતે રુધિરની જેમ પ્રસરી ગયો છે મારામાં !

જેનાથી હું સતત ધબકતી રહું છું એનાં સ્નેહ સાન્નિધ્યમાં જ તો વળી !!!!

અને આમ કંઈ થોડી હું એને જવા દઈશ !!!!!

વિરહની એક એક પળની પ્રતીક્ષાની ઉધારી એની પાસેથી વસુલી લઈશ !

એ આવી રહ્યો છે ……….મારું નયનમન એને દુરથી આવતો અનુભવી રહ્યું છે !

બસ થોડી જ ક્ષણોની પ્રતીક્ષા છે હવે ! એ આવી જ રહ્યો છે !

લે આ આવ્યો !!!  પણ તમને નહિ દેખાય !

કારણ એ અનુભવની તૃપ્તિ કરાવતું વિરલ વ્યક્તિત્વ છે !

જેમાં ભારોભર ભરેલો છે નિસ્વાર્થ સ્નેહપ્રેમ !  ફક્ત મારા માટે જ તો !!!!

© નરેન કે સોનાર “પંખી”

Advertisements

From → Uncategorized

ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: