કંટેન્ટ પર જાઓ

જો એ દાડે વરસાદે હા પાડી હોત તો !

માર્ચ 13, 2015

Kavita-March-13-2015

અહંકારી કઈનો !!
અરે એની જાતને સમજે છે શું ?
સૃષ્ટિમાં શું પોતે જ એક મહાન છે બીજું કોઈ નહિ ??
નિઃસાસો ઠાલવતા ઠાલવતા માવઠું બોલ્યું !
“અરે આ “વરસાદ” વરસવા જઈ રહ્યો હતો !”
મેં એને એટલું જ કહ્યું કે “મારે પણ સાથે આવવું છે !”
તો કહે ના “નહી જામે !!!!” સ્ટેટ્સ મેચ નહી થાય !
ને આમ પણ હમણાં છે ને ભઈ મારી સીઝન ચાલે છે !
ફરી કોઈ વાર તારું ગોઠવી આપીશ ! પણ હમણાં તો નહી જ !
કેટલી આજીજી કરી કે લઇ જા ને !!!….તું એકલો જ તો જાય છે !!!
તારી ભેગો ભેગો વરસી જઈશ અરે કોઈને ખબર જ નહી પડે કે કોણ વરસ્યું છે !!
અને રીમઝીમ વરસવાની વાહ વાહ મળે , પ્રશંસા મળે એ પણ તારી જ !
બોલ પછી તને એમાં કઈ વાંધો છે ? મારે ફક્ત તો વરસવાનો રોમાંચ અનુભવવો છે !
પણ….મારો બેટો સાવ જીદ્દી ને બીકણ નીકળ્યો !
તો કહે “વરસાદ” બ્રાંડની ક્વોલીટી નહી જળવાય !”
મેં કહ્યું હું તારા “વરસાદ” બ્રાંડના બેનર હેઠળ જ વરસીસ બસ !!!!
તો પણ મને વરસવાની ના પાડી !!!!
જો એ દાડે વરસાદે હા પાડી હોત તો !
હું આમ ઓફ સીઝનમાં ન વરસત !!!
ને “કમોસમી”નું લાંછન ન લાગત !
યુગોના યુગ વીતી ગયા “કમોસમી”નું લાંછન દૂર થતું નથી !
મુજ “માવઠા”ને કોઈ “વરસાદ” કહેતું નથી !
© નરેન કે સોનાર “પંખી”

Advertisements

From → Uncategorized

ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: