કંટેન્ટ પર જાઓ

કેવી રીતે કહું ?

જાન્યુઆરી 21, 2016

namaste

કેવી રીતે કહું ?

લંગોટિયા મિત્ર અપૂર્વની અલ્પાને જોઈ આવ્યા પછી ઘરનું પગથીયા ચઢતા બારણા પાસે જ ભાવેશે અહોભાવથી દીકરા વર્ણનને પૂછ્યું “વર્ણન બેટા તને છોકરી ગમી ને ?

તુરંત બીજી વાત કહેતા ભાવેશ બોલ્યો જો બેટા અમને બધાને તો ગમી જ છે !

રહ્યો સવાલ તારો ! અને એ જ છેવટનો નિર્ણય હશે ! માટે તું જરા પણ સંકોચ રાખ્યા વગર અમને તારો મત કહી દેજે !

અમને એ સ્વીકાર્ય રહેશે !

જો ભાઈ અમને તો છોકરી ખૂબ જ સંસ્કારી લાગી છે. એનું વડીલો પ્રત્યેનું જ નહી પણ સૌ પ્રત્યેનું વલણ સરળ અને સૌમ્ય લાગ્યું છે.

અરે આ આધુનિક યુગમાં જ્યાં સંસ્કારોનું નિકંદન નીકળવા બેઠું છે ત્યાં આવી સંસ્કારી છોકરી મળે એ આપણા અહોભાગ્ય જ સમજ !

તારા મમ્મીને હું પહેલા જ પ્રયત્ને ઈમ્પ્રેસ નહોતો કરી શક્યો તે તેણીએ કરી બતાવ્યું.

તારી મમ્મીની  “હા”ની મહોર લાગે એટલે સમજવું કે બધું  જ પરફેક્ટ ! …ભાવેશે સત્ય કહી જ નાખ્યું !

તારી દીદી અને બનેવીને પણ છોકરીમાં સારા ગુણ દેખાયા છે અને એને તો રેલ્વે સ્ટેશને જ જતા જતા કહી દીધું તું કે “પપ્પા ભાઈના જલ્દી કંકુના કરી દો ..ભાભી જોરદાર છે !”

તારી માસી પણ મને કહેતી હતી કે છોકરી સર્વગુણ સંપન્ન છે ! જો મને આ છોકરી અંગે પહેલા ખબર હોત તો હું મારા લાલુ માટે આંખ મીચીને હા પાડી દેત !

અરે તું મૂંઝાયા અને ઉર્ઝાયા ન કરીશ !

તારા મનમાં જે કાંઈ ગડમથલ ચાલતી હોય તે બકી દે બકા !

ખુલ્લા દિલથી જણાવ અમને !

પણ “વર્ણન” ચુપચાપ હતો !

“વર્ણન”ને છોકરી તો ગમતી જ હતી !

એની સરળતા પણ ગમતી જ હતી !

પણ ! કેવી રીતે કહું ?

પણ એના મનમાં છોકરી પ્રત્યેની એક ન ગમતી વાત ખટકતી હતી !!

પણ ! પપ્પાને એ વાત કેવી રીતે કહું ? “વર્ણન” અસમંજસની પરિસ્થિતિ અનુભવી રહ્યો હતો !

પપ્પાને કહેવા “વર્ણન”ને બે ત્રણ વાર રીહર્સલ કરી હતી !

પણ વાત જામતી નહોતી !

“વર્ણન” મનોમન બરાડી ઉઠ્યો !

પપ્પા તમારી આગળ એ વાત નું “વર્ણન”  હું કેવી રીતે કરું ?

કે…મને એ છોકરીના “સ્તન” બહુ નાના લાગે છે !!!

કેવી રીતે કહું ? પપ્પા !!

કે મને ….એ છોકરીના …..ઓહ shit !

પપ્પા એ વાતનું હું કેવી રીતે વર્ણન કરું !

“સ્તન”માં ગૂંચવાયેલું “વર્ણન”નું મન સ્તબ્ધ હતું !

તે કોઈ પણ વાતનું સ્પષ્ટ “વર્ણન” કરવાને સમર્થ હતો !

એક જ પ્રશ્ન તેને મૂંઝવતો હતો કે પપ્પાને આ વાત “કેવી રીતે કહું ?”

© નરેન કે સોનાર ” પંખી “

 

Advertisements

From → Uncategorized

ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: