કંટેન્ટ પર જાઓ

નીંદ હમારી ખ્વાબ તુમ્હારે !

મે 3, 2016

 

Sleeping Mode.jpg

Thank god મારી એક ઊંઘ થઈ ગઈ !

 

ખબર નથી સુખ કોને કહેવાય !!

આ તો ચર્ચા સૌ કોઈ એની જ ચર્ચા કરી રહ્યા હતા !

યેનકેન પ્રકારે પોતપોતાની રીતે કોસી રહ્યા હતા !

દ્વંદ થકી સૌ કોઈ ચારે બાજુ શોરબકોર કરી રહ્યા હતા !

કોઈ સરકારને ભાંડી રહ્યું હતું ,

તો કોઈ એમના શેઠને !

કોઈ પડોશીની નિંદા કરી રહ્યું હતું !

તો કોઈ રેતીના ભાવ માફિયાઓએ વધારી દીધા છે એવું બોલી રહ્યા હતા !

નક્કી આ વખતે વરસાદ વહેલો આવશે એવા ઠોસ દવાની ડંફાસ કોઈ હાંકી રહ્યું હતું !

કોઈ પ્રધાન સેવકની વિદેશ યાત્રાની ખામીઓ શોધી રહ્યું હતું !

કોઈ પોતાની બારીમાંથી બીજાની બારીમાં ડોકિયા કરી રહ્યું હતું !

કોઈ બારીમાંથી સાંજે ક્યાં મળીશું એના ઈશારા કરી રહ્યા હતા !

કાળઝાળ ગરમીમાં શ્રમિકો પરસેવો પાડી રહ્યા હતા !

કોઈના ગળા સુકાઈ રહ્યા હતા !

તો કોઈ તરસ્યા તરસ્યા મહેનત કરી રહ્યા હતા !

એક જ જગ્યાએ કેટ કેટલું બધું થઈ રહ્યું હતું !

સૌ કોઈ પોતપોતાનો કક્કો જ સાચો છે એવું કગરીને જતાવી રહ્યા હતા !

આ બધાની વચ્ચે મને ક્યારે નિંદર આવી ગઈ તે ખબર જ ન પડી !

કેટલીક દુઃખભરી વાતો સાંભળી મારી જાત રડી પડી !

Thank god મારી એક ઊંઘ થઈ ગઈ !

© નરેન કે સોનાર ” પંખી ”

 

 

 

 

 

 

Advertisements

From → Uncategorized

ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: