કંટેન્ટ પર જાઓ

હું જાગી રહી હતી ! એના આક્રંદ, એના આક્રોશ, એના વેગ પ્રવેગ ઉદ્વેગ, ને એની બરછટ સ્પર્શ ક્રીડાઓને મમળાવી રહી હતી !

મે 12, 2016

Kavita-May-12-2016-wordpress

 

આમ તો એ શાંત સહજ હોય છે !

ભારોભાર ઋજુતાથી ભરેલો હોય છે !

પણ કોણ જાણે કેમ ?

એ સહજમાંથી અચાનક જ સ્વાર્થી થયો !!!!

અરે એની આંખોમાં અતિશય લાલાશ હતી !

ઉકળતા ચરુ જેવો એ અતિશય હતો !

એના પ્રત્યેક સ્પર્શ થકી એ મને દઝાડી રહ્યો હતો !!

એનો આક્રંદ ભરેલો આક્રોશ ચરમસીમાએ હતો !

ઋજુતાથી ભરેલો એ સાવ બરછટ નફ્ફ્ટ બની ગયો હતો !

એની ભીંસમાં પ્રચંડ બળ એ ખૂબ ઝડપથી ઉમેરી રહ્યો હતો !

થયું કે જાણે હમણાં જ હતી ન હતી થઈ જઈશ !!

વેદનાથી ધગધગતો એક ભ્રમિત કરી મૂકતો આવેગ હતો !

લાગણીથી તો એ સાવ બળીને ખાક થઈ ગયો હતો !

એક અદ્રશ્ય વેદનાથી એ કણસતો હતો !

એને શાંત પાડવાનો મારો બધો જ પરિશ્રમ વ્યર્થ હતો !

એના સમસ્ત અસ્તિત્વમાં નિસ્વાર્થ લાલશાનો અતૃપ્ત પ્રભાવ હતો !

સદાકાળ મારા માટે વિશેષ રહેતો પણ એ આવ્યો ત્યારે શેષ હતો !

કઇંક ગુમાવી ચૂક્યાનો વસવસાથી ત્રસ્ત હતો !

ધીમે ધીમે એ મારામાં  ઓગળી રહ્યો હતો !

એને કંઇક પ્રેમ જેવું જોઈતુ તું !

પણ એ એનાથી અકળ હતો !

ને એટલે જ આકુળ વ્યાકુળ હતો !

એને જોઈતું એને મેં નિસંદેહ આપ્યુતું !

એની અપેક્ષાથી વધુ ને જાતથી પર જઈને સર્વસ્વ સોપ્યુંતું !

એના શાંત થયેલા આવેગ પરથી મને થયું જ !

કે આવા બધા જ “નર”દાવાનળ સ્નેહાલીન્ગનથી જ શાંત થતા હશે !?

રાત્રીનો ત્રીજો પહેર પેસારો કરી ચુક્યો હતો !

હું જાગી રહી હતી !

એના આક્રંદ,

એના આક્રોશ,

વેગ પ્રવેગ ઉદ્વેગ,

ને એની બરછટ સ્પર્શ ક્રીડાઓને મમળાવી રહી હતી !

ને એ નિદ્રામય !!! સાવ માસુમ !!!

© નરેન કે સોનાર ” પંખી “

Advertisements

From → Uncategorized

ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: