કંટેન્ટ પર જાઓ

કાય રે ભાઉ ! આટલી બધી કંજુસી ??!! તમારા માટે મેં મારી જિંદગી ખર્ચી નાખી !! ને મારા માટે તમે એક જ દિવસ ફાળવવાનો ?!

મે 17, 2016

 

mothers

કાય રે ભાઉ ! 

આટલી બધી કંજુસી ??!!

તમારા માટે

મેં મારી જિંદગી ખર્ચી નાખી !!

ને મારા માટે તમે એક જ દિવસ ફાળવવાનો ?!

ફાળવેલો એ દિવસ પણ લોકોની વાહ ..વાહને Likes મેળવવા જ ને ?

અરે તમારી તંદુરસ્તી અને ઉજ્જવળ ભવિષ્ય માટે શું નથી કર્યું !

ને તમે એ બધું ભેગું કરી મને એક જ દિવસમાં મૂકી દીધું !

યાદ કર !!!  પણ તને ક્યાંથી યાદ રહે !!

તમે  તો એવું જ કહેશોને  કે “મા” આ તો તમારી ફરજ હતી ! જન્મ તમે આપ્યો છે !!!

અફસર – અફસરની બની ગયા !

દસ લાખની ઉપરનો Hi-fi Salary લેતા થઈ ગયા !

નોકર-ચાકર સાથે મસ મોટા બંગલામાં રહેતા ને મોંઘીદાટ ગાડી ફેરવતા થઇ ગયા !

રૂબરૂ આવવાનું ને મળવાનું તો વિસરાઈ જ ગયું છે !!!

બેઠા બેઠા દૂરથી જ ફોન પર જ હાલચાલ પૂછતા થઈ ગયા !!

કોની સાથે બેસીને દિલની વાત કરું ?

અરે પાસ પડોસ જે હતા. તે પણ દેખાદેખીમાં તમારી જેમ NRI થઇ ગયા !!

તનમનધન તમારા શું સમસ્ત જીવન તમારા માટે ન્યોછાવર કરી દીધું !!

ને તમે એટલા કંજૂસ થઈ ગયા !!

કે “મા” ‘બાપ” માટે માત્ર એક એક દિવસ જ ફાળવતા થઈ ગયા !!!!

શું અમારો એટલો બધો ભાર લાગ્યો કે ‘ઘરડાઘર”મા  અમારું Admission કરાવતા ગયા !!! એક “મા”

Don’t Mind મારા વ્હાલાઓ  Don’t Mind તમારી કુશળતા એ જ અમારું સુખ !

તમે અમારા માટે ભલે એક દિવસ ફાળવો !પણ આ તમારા માબાપ ના આશિષ તમારા માટે not a single day but EVERY Day ! Mothers-Fathers Day !

© નરેન કે સોનાર “પંખી

Advertisements

From → Uncategorized

ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: