કંટેન્ટ પર જાઓ

રાણી અને રંગીન ડ્રેસ

જૂન 9, 2016

 

rani ane rangeen dress

રાણી અને રંગીન ડ્રેસ

હ્રદયસ્પર્શી લઘુકથા

વાત ૧૯૯૦ના વર્ષની ……

રાણી એનું નામ ધોરણ આઠમાં ભણતી આમ તો સ્કૂલમાં અઠવાડિયામાં એક દિવસ દર ગુરુવારે રંગીન ડ્રેસ પહેરવાની છૂટ આપવામાં આવતી ! નિકિતા,નિરાળી, હીના,બબલી, પૂજા,ગીતા..આ બધી જ રાણીની ખાસ સહેલીઓ હતી. તેઓ રાણીની સાથે ધોરણ આઠમાં અભ્યાસ કરતા હતા. રાણીની બધી જ સખીઓ દર ગુરુવારે અવનવા રંગીન ડ્રેસ પહેરી આવતા. પણ રાણીને હમેશા સ્કૂલ યુનિફોર્મમાં જ જોવામાં આવતી. હા ગુરુવાર સિવાય અન્ય દિવસોમાં રગીન ડ્રેસ પહેરીને આવનારને બે તાસ વર્ગમાં જ ઉભા રહેવાની શિક્ષા થતી. પણ ગુરુવારે જો તમે રંગીન ડ્રેસ ન પહેરી આવો તો કોઈ શિક્ષા નહોતી કારણ એ મરજિયાત હતું. ગૌરીવ્રત હોય ત્યારે તો બધા જ રંગીન ડ્રેસમાં સ્કૂલ આવે સિવાય રાણી !!!

આથી રાણી સાથે ધોરણ પાંચથી સાથે ભણનાર તેની સખીઓ કુતુહલવશ હમેશા પૂછતી કે “રાણી તું કેમ રંગીન ડ્રેસ નથી પહેરતી ?” એનું મૌન સૌને ચાડી ખાતું. એનો સ્કુલનો ડ્રેસ પણ બીજા બધા કરતા થોડો ધૂંધળો અને જર્જરીત હતો. એ જર્જરીત પહેરવેશ અને ઉપરથી વધતી વય ! ગરીબ ઘરમાંથી આવતી રાણી માટે એ સહન કરવું કપરું હતું. હમેશાં ડર રહેતો કે જર્જરીત ડ્રેસ જો જાહેરમાં ફસકી ગયો તો ? એ ડરથી ખો ખો અને પકડદાવની પાક્કી ખેલાડી રાણી પી ટીના પીરીયડમાં પણ એ રમતો રમવાનું ટાળતી !કે રખે ને રમતા રમતા જર્જરીત ડ્રેસ ફાટી ગયો તો ?

તેની સખીઓ તેણીને પોતાના નવા ડ્રેસ પહેરવા આપવાનું કહેતી પણ સ્વાભિમાની રાણી તે હસતા હસતા તેની સખીઓને ખોટું ન લાગે એ રીતે “ના” પાડતી. ત્રણ બેહનો અને એક ભાઈમાં સૌથી નાની રાણી ખરેખર સ્વભાવે પણ રાણી જ !

ખરું કહું રાણી પાસે કોઈ જ રંગીન ડ્રેસ નહોતો ! માત્ર   બે ડ્રેસ હતા અને એ પણ સ્કૂલ યુનિફોર્મના …અરે રાણીને તો કોઈના લગ્ન, વાસ્તુ પ્રસંગમાં જવાનું થાય તો ત્યાં પણ તે સ્કૂલ યુનિફોર્મમાં જ જતી ત્યાં પણ તેને સગા સંબંધી પણ એક જ સવાલ પૂછતા “કેમ રાણી આજે સ્કૂલ યુનિફોર્મ?

રાણીનું મૌન કોઈ કળી નહોતું શકતું !

© નરેન કે સોનાર “પંખી”

Advertisements

From → Uncategorized

ટિપ્પણી આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: