કંટેન્ટ પર જાઓ

Stay Tune Zindagi

એપ્રિલ 26, 2017

fm

 

Stay Tune Zindagi

રોજની જેમ આજે પણ હું ટયુન કરીને બેઠો હતો ! અને રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે સાત વાગે અને હું  કલ્પિતની કલ્પનામાં ખોવાઈ જાઉં! સમજો આ જ મારો સ્વરનો બ્રેકફાસ્ટ હતો.ચા ન મળે તો ચાલે પણ Stay Tune Zindagiની મોર્નિંગ ન સાંભળું એ ન ચાલે !

પણ આ શું આજે બપોરનો કાર્યકમ રજુ કરતી RJ શ્રેયા કેમ આવી !? કદાચ કલ્પિત રજા પર હશે ! પણ એવું કેવી રીતે બને ?એ રજા પર જવાનો હોય તો નક્કી જાહેરાત તો કરે જ ! મનને અકલ્પિત વિચારો ઘેરી રહ્યા હતા ! કંઇક અજગતું તો નહી થયું હોયને કલ્પિત સાથે ! કે પછી એફ એમ વાળાએ એને કોઈ કારણથી કાઢી મુક્યો…હોય ! ત્યાં જ શ્રેયાએ એકદમ ઢીલા અવાજમાં Stay Tune Zindagiની મોર્નિંગ કહી અને બોલી યારો “આપકા દોસ્ત કલ્પિત અસ્પતાલમેં જિંદગીકી લડાઈ બત્તમિઝ મૌતકે સાથ લડ રહા હૈ ! વહ આજ સુબહ સ્ટુડીઓ આ રહા થા કી એક કારને ઉસે પીછે છે ટક્કર મારી ઔર ઉસે જખ્મી હાલતમેં અસ્પતાલ ભરતી કિયા ગયા હૈ !

કલ્પિત એક મજાનો RJ (રેડિયો જોકી) કલ્પિત વિનાનીની સવાર જ જાણે કલ્પી ન શકાય એવી. મુન્નાભાઈ વાળી ગુડમોર્નિંગ મુંબઈ બોલતી વિધાબાલન જેવું જ કંઇક પણ સાવ અલગ અંદાજમાં મોર્નિંગ કહેવું, રોજના પ્રવાહમાં સહજ વહેવું અને વહેડાવવું ! વાહ ! શું લહેકો હોય છે એનો !જે કોઈ સાભળે એને બસ એનો દીવાનો થઈ જાય. બંદો ગાયનોની તો શું ચોઈસ કરતો હોય છે…બસ આખો દિવસ ખુશનુમા પસાર થઈ જાય..જ સમજો એની આપણી ગેરંટી !! Stay Tune Zindagiનો મોર્નીગ કાર્યક્રમ જયારે એ રજુ કરે ત્યારે તમને જિંદગી ખરેખર આટલી સુંદર છે એવું એના થકી અનુભવાય ! લે બોલો ! જુડે રહો સાથ હમારે ! ક્યોકી હમ હૈ તુમ્હારે પ્યારે !

૯૯.૯ એફ.એમ ..કિસીસે નહી કમ…! ભુલાદે આપકે સારે ગમ …બોલે તો …ન મિર્ચી જ્યાદા,  ન નમક કમ બસ જિંદગી જીતે હૈ હમ અપને બલબુતે પર ! ઇતના તો રખતે હે દમ ! અરે યાર શું દમ છે બંદાની જબાનમાં !

શ્રેયા બોલી રહી હતી … આપ સભી સુનને વાલે દુઆ કીજીએકી વહ ઠીક હો જાયે !

……સુનતે રહીએ ૯૯.૯ એફ.એમ ..કિસીસે નહી કમ…! ભુલાદે આપકે સારે ગમ Stay Tune Zindagi…ઓન કભી અલવિદા ન કહેના નું ગીત શ્રેયાએ મુક્યું !

મારું મન પ્રભુને પ્રાર્થના કરી રહ્યું હતું “હે પ્રભુ Stay Tune Zindagi ! કલ્પિત કે લિયે !

Advertisements

From → Uncategorized

2 ટિપ્પણીઓ
  1. Shubhrata Patel permalink

    Saras..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: